રાજકોટમાં ચાર દિવસીય વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટનો પ્રારંભ

April 21, 2018 1010

Description

રાજકોટમાં ચાર દિવસીય વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયના હસ્તે થયો. જેમાં ગુજરાત રાજ્યના મંત્રી સોરભ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર આ પ્રકારના સમિટથી ખેડૂતો ને ફાયદો થશે અને ખેડૂતો માટે સરકાર પણ કામ કરી રહી છે ત્યારે વેપારીઓ અને ઉદ્યોગ કારો પણ આગળ આવે તો ખેત પેદાશો હવે એક્સપોર્ટ પણ થવા લાગશે.

સૌરાષ્ટ્રમા સૌથી મોટો દરીયાકીનારો છે અને હાલ એક્સપોર્ટની માંગ પણ વધી છે. હાલ સૌરાષ્ટ્રના બંદરોથી ફ્રુટ કન્ટેનરોમાં એક્સપોર્ટ થવા લાગ્યું છે તેમ ખેદ પેદાશો પણ એક્સપોર્ટ થશે ખાસ કરીને મગફળીમાં સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પુષ્કળ તકો છે અને મગફળીમાંથી જે બાય પ્રોડક્ટ બનશે તે અંગે પણ કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો ચલાવીને નવુ પ્રોસેસિંગ યુનિટ રાજકોટમાં શરુ થાય તેવા પ્રયત્ન પણ હાથ ધરવામાં આવશે.

Leave Comments