ગોંડલના પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાના જીવતા મરસિયા ગવાશે

May 22, 2019 1865

Description

ગોંડલના પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાના જીવતા મરસિયા ગવાશે. વાત જરા ગળે ઉતરે તેવી નથી પરંતુ મહિપતસિંહ જાડેજાએ પોતાના 83માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાની જાહેરાત કરી છે.

રિબડા ખાતે હજારો લોકોની હાજરીમાં 12થી વધુ કવિરાજ મહિપતસિંહની હાજરીમાં તેના મરસિયા ગાશે. અને મહિપતસિંહ ગામની દિકરીઓ અને ગરીબોને દાન પણ આપશે.

મહિપતસિંહના કહેવા પ્રમાણે કોઇ માણસ મૃત્યુ પહેલા મરસિયા સાંભળી ન શકે. પરંતુ તેમણે જીવન જીવી લીઘુ છે. અને હવે તેની મરસિયા સાંભળવાની ઇચ્છા છે.

મરસિયાની આ પરંપરા શુરા રણબંકા હમીરજી ગોહીલ બાદ ક્ષત્રિય સમાજના મહિપતસિંહ પોતાના મરસિયા ગવડાવશે.

પરિવારજનોમાં પણ મહિપતસિંહની આ ઇચ્છા પુરી કરવા માટે અનોખો ઉત્સાહ છે…આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.

Leave Comments