રાજકોટના જેતપુર તાલુકાના મોટા ભાદર ગામે યુવા ખેડૂતનો આપઘાત

November 8, 2019 470

Description

રાજકોટના જેતપુર તાલુકાના મોટા ભાદર ગામે યુવા ખેડૂતે આપઘાત કરતા ચકચાર મચી છે. મોટાભાદર ગામે હિરેન રાઠોડ નામના ખેડૂતે પોતાના ખેતરમાં જઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો. આપઘાત પહેલા તેમણે તેના મામાના ખોળામાં માથું રાખીને પોતાના પર મોટું દેવું થઈ ગયું હોવાનું રટણ કર્યું હતું.

મૃતકનો એક માત્ર કમાણીનો સ્ત્રોત ખેતી હતો. પરંતુ ગત વર્ષે ચોમાસું નબળું રહેતા કપાસનો પાક નિષ્ફળ ગયો હતો. ત્યારે સરકાર દ્વારા પાક વીમો પણ આપવામાં આવ્યો ન હતો. જ્યારે આ વર્ષે વ્યાજે રૂપિયા લઈને વાવેતર કર્યું હતું.

પરંતુ અતિવૃષ્ટિ અને માવઠાને કારણે આ વર્ષે પણ પાક નિષ્ફળ જતાં હતાશ થઈને ખેડૂતે આપઘાત કર્યો. ઘટનાને પગલે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Leave Comments