રાજકોટના શિવાલયોમાં શિવભક્તોની ભીડ જામી

August 19, 2019 725

Description

શિવપૂજા માટે સૌથી પાવન દિવસ સોમવાર છે. ત્યારે શ્રાવણના ત્રીજા સોમવારને લઇને રાજકોટના શિવાલયોમાં શિવભક્તોની ભીડ જામી હતી. લોકો શિવજીને પુષ્પમાળા, બિલી અને જળાભિષેકથી શિવપૂજા કરતા જોવા મળ્યા હતા.

ભક્તોએ ભગવાન શિવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શ્રાવણના સોમવારે શિવપૂજાનું અનેરુ મહત્વ હોય છે. આ દિવસે ખાસ પૂજા, હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. શિવભક્તો પણ આખો શ્રાવણમાસ ઉપવાસ ન કરે તો સોમવારનો ઉપવાસ અવશ્ય રાખે છે.

Leave Comments