રાજકોટમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝની મેચ જોવા ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા

October 4, 2018 9995

Description

ભારત – વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ સિરિઝનો પ્રારંભ થઇ ગયો છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બે સિરિઝમાં પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી છે. આ મેચમાં ભારત તરફથી નવી ઓપનિંગ જોડી તરીકે લોકેશ રાહુલ અને પૃથ્વી શો ઉતર્યા છે.

18 વર્ષિય પૃથ્વીની આ પ્રથમ ટેસ્ટ મેચ છે. એથિયા કપમાં જીત મેળવ્યા બાદ નંબર વનનું સ્થાન યથાવત રાખવા માટે ભારતની ટીમ મેદાનમાં લડત આપશે. તો છેલ્લાં 24 વર્ષથી વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારતમાં એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. આ ટેસ્ટ ખૂબ જ રસપ્રદ રહેશે. રાજકોટમાં ટેસ્ટ મેચને પગલે ક્રિકેટ ફીવર જામ્યો છે..

Leave Comments