રાજકોટના વીંછિયામાં 5 પોલીસકર્મી સામે ફરિયાદ

September 18, 2019 1745

Description

રાજકોટના વીંછિયામાં 5 પોલીસકર્મી સામે ફરિયાદ કરવામાં આવી છે. જુગારની રેડમાં રૂ.8.48 લાખની કટકી કર્યાનો આરોપ લગાવાયો છે. વીંછિયાના કઘેવાડિયામાં પોલીસે જુગારધામ પર રેડ કરી હતી. પોલીસે રૂ.8.97 લાખની રોકડ સામે માત્ર રૂ.48 હજાર બતાવી છે.

જમાદાર વલ્લભ જાપડિયા, કોન્સ્ટેબલ લખમણ ગોહેલ સામે ફરિયાદ કરવામાં આવી છે. કોન્સ્ટેબલ ગોપાલ શેખ, જીલુ હાંડા, શ્રીધર સામે પણ ફરિયાદ કરવામાં આવી છે.

Leave Comments