રાજકોટમાં ડોક્ટર દ્વારા યુવકને માર માર્યાનો વીડિયો વાયરલ

January 6, 2019 3005

Description

સોશિયલ મીડિયા પર 22 દિવસથી ગુમ થયેલા એક યુવકને ડોક્ટર દ્વારા માર મારવામાં આવતો હોય, તેવો એક વીડિયો વાયરલ થયો છે. રાજકોટની લાઇફ કેર હોસ્પિટલમાં કામ કરતો યુવક છેલ્લા 22 દિવસથી ગુમ છે, ત્યારે હાલ લાઇફ કેર હોસ્પિટલના ડોક્ટર રાજાણી અને એના મળતીયાવ દ્રારા યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, ડોક્ટર ગલીના ગુંડાથી પણ ખરાબ વ્યવહાર કરી યુવકને કારમાં માર મારી રહ્યો છે, અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યો છે. રોફ જમાવતી વખતે ડોક્ટરે આ વીડિયો બનાવ્યો છે. જેમાં માર મારીને જબરદસ્તી યુવક પાસે કબૂલાત કરાવાઈ રહી છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ડોક્ટરની અટકાયત કરી છે.

Leave Comments