સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

January 23, 2020 485

Description

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં એક જ પરિવારના સભ્યો એસોસિએશનના મેમ્બર બને અને ખરેખર ક્રિકેટર્સને સભ્ય બનવાની તક ન મળે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.

સાથે જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ ચાલતી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. તેમજ સુપ્રિમ કોર્ટ અને જસ્ટીસ લોઢા સમિતિએ કરેલી ભલામણ બાદ પણ ખરા ક્રિકેટર્સ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં કોઈ કાર્યવાહી ન થતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

Leave Comments