સ્વાઇન ફ્લૂનો હાહાકાર…રાજકોટમાં વૃદ્ધાનું મોત, મૃતાંક 55 પર પહોંચ્યો

February 11, 2019 1025

Description

સ્વાઇન ફ્લૂએ રાજ્યને ભરડામાં લીધુ છે. બેકાબૂ સ્વાઇન ફ્લૂને કાબૂમાં લેવા તંત્ર અંધારામાં ફાંફા મારી રહ્યુ છે. ત્યારે રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી વધુ એકનુ મોત થયુ.

સાણથલી ગામનો વતની સ્વાઇન ફ્લૂની સારવાર લઇ રહ્યો હતો. સૌરાષ્ટ્રમાં છેલ્લા 41 દિવસમાં 33 લોકોના મોત થયા.

જ્યારે રાજ્યમાં કુલ 55થી વધુ લોકોના મોત નીપજ્યા. જ્યારે સ્વાઇનફ્લૂના 1340 કેસ નોંધાયા અને 517 દર્દીઓ હાલમાં સ્વાઇન ફ્લૂની સારવાર લઇ રહ્યા છે.

Leave Comments