રાજકોટમાં વેપારી પાસેથી 20 કિલો ચાંદી લૂંટી ત્રણ બાઇક સવાર ફરાર

September 11, 2018 1400

Description

શહેરના કરણપરા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે. ત્રણ બાઇક સવાર દ્વારા 20 કિલો ચાંદીની લૂંટ કરવામાં આવી છે. આ સાથે 1.50 લાખ રૂપિયા રોકડા પણ લૂંટી ગયા છે. જામનગરના વેપારી આ ઘટનાનો ભોગ બન્યા છે. મહેશભાઈ વજાણી નામના વેપારી પાસેથી લૂંટ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફળો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે મીડિયા સાથે વાત કરાવતા વેપારીએ જણાવ્યું કે, મારા ભાઈ ગાડી લેવા માટે ગયા હતા. આ દરમિયાન ત્રણ બાઇક સવાર આવ્યા હતા. તેમણે ચાંદીનો થેલો લૂંટને ભાગી ગયા હતા. અમે કાર દ્વારા તેનો પીછો પણ કર્યો પરંતુ તે નાશી છૂટ્યા હતા.

Leave Comments