અમરેલીની શેત્રુંજી નદીમાં વિહરતા સિંહનો વીડિયો વાયરલ

June 14, 2019 1895

Description

અમરેલીની શેત્રુંજી નદીમાં વિહરતા સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં 20થી વધુ સિંહો બૃહદ ગીરની શેત્રુંજી નદીના પટમાં વિહરતા જોવા મળ્યા. હાલ અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે નદીના પટમાં વિહરતા આ સિંહો પર પૂરનું જોખમ ઊભું થયું છે..

જેને લીધે આ સિંહોને નદીના પટમાંથી દૂર કરવા જરૂરી છે. મહત્વનું છે કે ગરમીને કારણે સિંહોએ શેત્રુંજી નદીને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું છે. અગાઉ પણ 2015માં શેત્રુંજી નદીમાં અચાનક આવેલા પુરમાં તણાઈને 11 સિંહોના મોત નિપજ્યાં હતા. ત્યારે ફરી આ પ્રકારની ઘટના ન બને તે માટે વનવિભાગ કોઈ નક્કર કામગીરી હાથધરે તે જરૂરી છે.

Leave Comments