Rajkot

new video Watch Video
રાજકોટના ઉપલેટામાં અનરાધાર વરસાદ

સૌરાષ્ટ્રમાં મેઘો ધોધમાર વરસ્યો છે. જેમાં રાજકોટના ઉપલેટામાં અનરાધાર વરસતા ડેમો ઓવરફ્લો થયા છે. ડેમોના દરવાજા ખોલી પાણી છોડાતા વેણુ, મોજ અને રૂપાવટી નદીમાં પૂર આવ્યા છે. જેને કારણે નાગવદર, મેરવદર, નીલાખા, વરજાંગ જાળીયા, ગણોદ સહીતના ગામો પાણી પાણી થયા છે. લોકોની ઘરવખરી પાણીમાં તણાઇ છે. જેમાં પોતાનો જીવ બચાવવા સ્થાનિકો છાપરા પર ચઢી ગયા […]

watch video
new video Watch Video
સંદેશ ન્યૂઝ પહોંચ્યું ઉપલેટા, ખેતરો બન્યા નદી

ઉપલેટામાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદ વરસતા ખેતરો પણ પાણી પાણી થયા છે. જેમાં ઉપલેટાના પાનેલી, નાગવાદર અને ગણોત સહિતના ગામોમાં ખેતરો પાણીથી તરબોળ થયા છે. તેમજ ખેતરોમાં જાણે નદી વહેતી હોય. તથા ખેડૂતોના પાકનુ ધોવાણ થયુ છે. તેમજ વેણુ ડેમના 17 દરવાજા 15 ફૂટ જ્યારે મોજ ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલાતા નદીઓમાં પૂરની […]

watch video
new video Watch Video
નદીઓના પાણીએ બદલ્યા વેણ અને ખેતરોમાં સર્જી તારાજી

ઉપલેટા પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે સમગ્ર પંથકની નદીઓ ગાંડીતુર બની છે. તો મોજ વેણું સહિતના ડેમ છલકાયા છે. નદીઓના પાણીયે વહેણ બદલાતાં ખેડૂતોના ખેતરોમાં તારાજી સર્જાઇ છે. નદીઓના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાક સાથે ખેતરોનું ધોવાણ થયું છે. પાક સાથે ખેતરોનું ધોવાણ થતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું […]

watch video
new video Watch Video
રાજકોટમાં સતત વરસાદ વરસતા લાલપરી તળાવ છલોછલ ભરાઈ ગયું

રાજકોટમાં સતત વરસાદ વરસતા લાલપરી તળાવ છલોછલ ભરાઈ ગયું. તળાવ છલકાતા તંત્ર હરકતમાં આવ્યું. અને લાલપરી તળાવ પાસે આવેલા રહેવાસીઓને એલર્ટ કરાયા. નીચાણવાળા વિસ્તારમાં વધારે વરસાદી પાણી ભરાતા હોવાથી ત્યાં રહેતા લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા. જો લાલપરી તળાવમાં વધારે વરસાદી પાણી ભરાશે તો તળાવ ઓવરફ્લો થઈ શકે છે.

watch video
new video Watch Video
રાજકોટ: મોજ ડેમ ઓવરફ્લો થતા તારાજી

રાજકોટ: મોજ ડેમ ઓવરફ્લો થતા તારાજી. ઉપલેટાનું ગઢાળા ગામ સંપર્ક વિહોણું બન્યું. ગઢાળા ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા.

watch video
new video Watch Video
સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદની કેટલીક તસ્વીરો

સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન થયા છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો. તો અનેક નદીઓમાં નવાનીર આવ્યા. ત્યારે આવો જોઈએ સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદની કેટલીક તસ્વીરો. સૌરાષ્ટ્ર પંથકને મેઘરાજાએ ઘબરોડી દીધુ છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે. નદી નાળા છલકાઇ ગયા છે. વરસાદના આગમથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.  

watch video
new video Watch Video
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 778 કેસ

હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતી જાય છે. ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ વધી રહી છે. અગાઉ 700ને પાર પહોંચેલો કોરોના હવે રોજના 800 કેસોની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીનાં સૌથી વધારે 778 કેસો નોંધાયા છે. જ્યારે 17 લોકોનાં મોત નિપજ્યા છે. અને 421 લોકો સાજા થયા છે. આમ […]

watch video
new video Watch Video
રાજકોટ: વીજ થાંભલા પર કડાકા અને ભડાકા

રાજકોટ: વીજ થાંભલા પર કડાકા અને ભડાકા થયા. વોર્ડ નંબર 9ના બોમ્બે હાઉસિંગનો વીડિયો વાયરલ થયો છે જેમાં ફટાકડા ફૂટતા હોય તેમ થાંભલા પર કડાકા ભડાકા થયા. PGVCLની ટીમે ઘટના સ્થળે પહોંચી સમારકામ કર્યુ.

watch video
new video Watch Video
રાજકોટ: ઉપલેટામાં ધોધમાર વરસાદ, વીજ થાંભલા ધરાશાયી

રાજકોટ: ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે કેટલાક વિસ્તારમાં વીજ થાંભલા ધરાશાયી થયા. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

watch video
new video Watch Video
રાજકોટ: સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, GPCB દ્વારા ભાદર નદીમાંથી નમૂના લેવામાં આવ્યા

રાજકોટ: સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. અહેવાલ બાદ જેતપુર GPCB હરકતમાં આવ્યું છે. GPCB દ્વારા ભાદર નદીમાંથી નમૂના લેવામાં આવ્યા છે. ભાદર-2 ડેમમાંથી પણ નમૂના લેવાયા છે. નમૂનાને રાજકોટ, ગાંધીનગર લેબમાં મોકલાશે. કેમિકલયુક્ત પાણીથી ફીણના ગોટે ગોટા ઉડ્યા હતા.

watch video
new video Watch Video
રાજકોટ: ઉપલેટા રૂપાવટી નદીમાં ઘોડાપૂર

રાજકોટ: ઉપલેટા રૂપાવટી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભાયાવદર અને ખાખીજારીયામાં પાણી ફરી વળ્યા છે. ખેતરમાં પણ નદીના પાણી ફરી વળ્યા.

watch video
new video Watch Video
રાજકોટના વેણુ ડેમના 15 દરવાજા ખોલી નાખવામાં આવ્યા

રાજકોટના વેણુ ડેમના 15 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. વેણુ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ત્યારે ઉપલેટાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વેણુ ડેમના 15 દરવાજા 8 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. ડેમ ના નીચાણવાળા વિસ્તાર ને સાવચેત કરાયા છે. લોકોને પાણીના ધસમસતા પ્રવાહમાં ના જવા માટે તંત્ર એ સુચના આપી છે.

watch video