પાટીદારોના કુળદેવી ઉમિયામાતાજી મંદિર લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું

December 1, 2019 1970

Description

પાટીદારોના કુળદેવી ઉમિયામાતાજી મંદિર લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને લઇને જ્વારા યાત્રા નીકળી. 5100 જ્વારા સાથે બહેનોની જ્વારા યાત્રા નીકળી. 11 દિવસમાં 5100 જ્વારા તૈયાર કરાયા.

હજારોની સંખ્યામાં ભક્તો જ્વારા યાત્રામાં જોડાયા. ઊંઝાના ઉમિયામાતા મંદિરની પ્રદક્ષિણા સાથે ઉમિયાબાગ યાત્રા પોહચશે. 1100 બ્રાહ્મણો અને હજારો ભક્તોમાં ઉમિયા જ્યોત અને 5100 જવારા સાથે આ શોભાયાત્રામાં જોડાયા. આગામી 18 થી 22 ડિસેમ્બર સુધી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાયજ્ઞના આયોજન માટે વિવિધ 45 કમિટીઓ રચના કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં 60 થી 70 લાખ લોકો આવવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી સહિત, બિહાર અને અન્ય રાજ્યના મુખ્યમંત્રી સાથે ગુજરાતનું મંત્રી મંડળ આ લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લેશે. આ લક્ષચંડી મહાયજ્ઞ ના બીજા દિવસે એટલે કે 19 ડિસેમ્બરના રોજ ભારતના ગુહ મંત્રી અમિતશાહ પણ ખાસ હાજરી આપશે.

Leave Comments