વરસાદ મોડો પડતા ચિંતાતુર ખેડૂત – સાબરકાંઠા

July 11, 2018 785

Description

રાજ્યમાં એક બાજુ દક્ષિણમાં ધુંવાધાર વરસાદ પડી રહ્યો છે તો બીજી બાજુ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને કચ્છ કોરું ધાકોર છે. ત્યારે સાબરકાંઠાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં વરસાદને અભાવે નદીઓમાં નવા નીર આવ્યા નથી.

સાબરકાંઠાના મોટા ભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદના અભાવે નદી નાળાઓ ખાલી જોવા મળી રહ્યા છે. ઉનાળા દરમ્યાન પણ સિંચાઇના પાણીના અભાવે ખેડૂતોએ પાક લીધો ન હતો. હવે વરસાદ પણ ખેંચાતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જિલ્લાના મોટા ભાગના ચેકડેમ ખાલી જોવા મળી રહ્યા છે..ત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે આવો જોઇએ…

Leave Comments