વરસાદ મોડો પડતા ચિંતાતુર ખેડૂત – મોરબી

July 11, 2018 455

Description

તો આ તરફ મોરબીમાં પણ ખેડૂતો વરસાદના અભાવે મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂતો દરરોજ વરસાદની આશ સાથે ખેતરમાં જાય છે, પણ તેમણે વિલા મોઢે પાછું ફરવું પડે છે. ગુજરાતમાં ચોસાસાને લઇને વિપરીત પરિસ્થિનું નિર્માણ થયું છે. એક બાજુ હાલ વલસાડમાં ભયજનક પાણીનું સાયરન વગાડવામાં આવ્યું છે. અને દક્ષિણના નાના મોટા તમામ જિલ્લાઓમા મેઘો અનરાધાર વરસી રહ્યો છે.

ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાવણીલાયક વરસાદના અભાવે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ત્યારે મોરબીમાં પણ વાવણીલાયક વરસાદ ન પડવાને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આવો સાંભળીયે શું કહી રહ્યા છે મોરબીના રાજપર ગામના ખેડૂતો.

Leave Comments