વરસાદ મોડો પડતા ચિંતાતુર ખેડૂત – બનાસકાંઠા

July 11, 2018 725

Description

ગત વર્ષે ઉત્તર ગુજરાતને વરસાદે ઘમરોળી નાખ્યુ હતુ..પરંતુ આ વર્ષે હજુ સુધી ઉત્તર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થયો નથી. દિયોદર પંથકમાં જુલાઈ અડધો પુરો થવા આવ્યો છતા હજુ મેઘો મહેરબાન થયો નથી. જેના લીધે ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાયા છે.

બનાસકાંઠાના દિયોદર આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં આજથી પંદર દિવસ પહેલા માંડ એકાદ ઈંચ વરસાદ પડ્યો હતો. પરંતુ આટલા વરસાદથી વાવણી શક્ય ન હોવાથી 75 ટકા ખેડૂતો વાવણીથી વંચિત રહી ગયા હતા. હાલ તો ખેડૂત ઉગેલો પાક બચાવવા બોરનાં પાણીનો સહારો લઈ રહ્યા છે. પરંતુ જો આ અઠવાડિયે હવે વરસાદ નહિ થાય તો પાક બળી જવાની પુરી ભીતી ખેડૂતોને સતાવી રહી છે..

Leave Comments