મહિલાનો પોલીસ સ્ટેશનમાં ટિકટોકનો વીડિયો વાયરલ

July 24, 2019 4850

Description

ટિકટોકનો ચસકો હવે તો પોલીસને પણ લાગ્યો હોવાનો વીડિયો વાયરલ થયો. પોલીસ સ્ટેશનમાં ટિકટોકનો વીડિયો બનાવ્યો હોવાનું બહાર આવ્યું. વાયરલ થયેલો વીડિયો મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશનનો છે.

પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ અપૂર્વા ચૌધરીએ વીડિયો બનાવ્યો છે. હવે લોકોની સલામતીની ફરજ છોડીને ટિકટોકના વીડિયો બનાવવામાં પોલીસને રસ જાગ્યો છે. મહિલા પોલીસના વીડિયોએ તો હવે ટિકટોક પર ધૂમ મચાવી છે.

પરંતુ ટિકટોકનો ચસકો મહિલા પોલીસને ભારે પડી શકે છે. પોલીસ સ્ટેશનની ગરીમા ભૂલી ઉત્સાહમાં આવી ગયેલી મહિલા પોલીસને એકાએક અભિનય કરવાનો રસ જાગ્યો.

પોલીસ સ્ટેશનમાં ટિકટોકના વીડિયો બનાવતી મહિલા પોલીસ લોકોના રક્ષણ કે સલામતી માટે શું કરશે?. તેવો સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ આ બાબતે ડીવાયએસપી મંજીતા વણઝારાએ જણાવ્યું હતુ કે વીડિયો અંગે તપાસ થઇ રહી છે. પરંતુ વીડિયો ગમે ત્યાંનો હોય પોલીસમાં શિસ્ત હોવી જરૂરી છે.

Leave Comments