જંગલોનો નાશ થતાં વન્ય જીવો ખોરાક માટે માનવ વસાહત તરફ વળ્યા

January 7, 2019 2330

Description

માનવવસ્તી વધતા જંગલોનો આડેધડ નાશ થઇ રહ્યો છે. વન્ય જીવો ભારે પરેશાન થયા છે. ખોરાકની શોધમાં માનવ વસાહત તરફ દોટ મૂકી છે. હાલમાં દિપડાએ માનવ પર હુમલો કર્યો હોવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે જેતપુર તાલુકાના ખીરસરા અને થાનગલોલ ગામની સિમાના ખેતરોમાં દીપડો દેખાતા ખેડૂતોમાં ભય નો માહોલ જોવા મળ્યો. બીજી તરફ જૂનાગઢના મેંદરડાના મોટી ખોડિયાર ગામે ખેત મજૂરના બાળક પર દીપડાએ હુમલો કરતા બાળકને સારવાર અર્થે ખસેડાયો. તેમજ છોટાઉદેપુરના બાંડી ગામે દીપડાએ એક જ દિવસમાં 2 બાળક પર હુમલો કર્યો હતો. જેમાં અઢી વર્ષના બાળકનું મોત થયુ. બાંડી ગામે ઘર બહાર રમતી 7 વર્ષની બાળકી પર દીપડો હુમલો કરી ફરાર થઈ ગયો. જેના થોડા સમય બાદ જ દીપડાએ બીજા ફળિયામાં અઢી વર્ષના બાળક પર હુમલો કર્યો.

Leave Comments