જાણો, વાયુ વાવાઝોડુાને લઈને 12, 13, 14 જૂને શું થઇ શકે ?

June 12, 2019 6125

Description

ગુજરાત પર વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેને લઈને રાજ્યભરમાં તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે. ત્યારે હવે આગળ કેવા પ્રકારની કામગીરી થઇ શકે છે તેના પર નજર કરીએ.

પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવમાં 140 થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આશંકા વ્યકત કરી છે. તમામ જિલ્લામાં કન્ટ્રોલ રૂમો શરૂ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે ભયસૂચક 2 નંબરના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. માંગરોળ તાલુકાના 10 અને માળિયા તાલુકાના 4 ગામોને એલર્ટ પર મુકાયા છે. ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદુ કરવામાં આવ્યું છે. બંદરે બે નંબરનું સિગ્નલ લગાડી દેવાયુ છે.

વાયુ વાવાઝોડાની શક્યતાને પગલે સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં તા.12 અને 13મી જૂને શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. આ શાળાઓને ઇમરજન્સીમાં લોકોને રાખી શકાય, તે માટે તૈયાર રખાઇ છે. લોકોના જાનમાલની સુરક્ષા સામે અસરગ્રસ્ત જિલ્લાઓમાં આર્મીની 34 ટીમ, એનડીઆરએફની 15 ટુકડી અને એસડીઆરએફની 11 ટીમો ખડેપગે તહેનાત રહેશે. એનડીઆરએફની વધારાની 20 ટીમ પૂણે અને ભટિંડાથી આવી ગઈ છે. આ સાથે જ પાંચ લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

 

Leave Comments