બોટાદના રાણપુર તાલુકામાં ભર શિયાળે પાણીનો પોકાર

January 11, 2019 2270

Description

બોટાદના રાણપુર તાલુકામાં ભર શિયાળે પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. ત્યારે ઉનાળામાં સ્થાનિકોની શું સ્થિતિ થશે એ એક મોટો સવાલ છે. અંદાજે 10 હજારની વસતી ધરાતા રાણપુરનું ઉમરાળા ગામના લોકો ભર શિયાળે વેચાતું પાણી ખરીદવા મજબૂર બન્યા છે. અપૂરતાં વરસાદને કારણે જમીનમાં પાણીના તળ નીચા જતાં. તેમ જ પાણીનો અન્ય કોઇ વિકલ્પ ન હોવાથી રાણપુર ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે.

ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિકોને ત્રણ દિવસે માત્ર એક જ કલાક પાણી આપવામાં આવે છે. ત્યારે પશુધન અને ઘર વપરાશ માટે લોકો વેચાતુ પાણી લેવા મજબૂર બન્યા છે.

Leave Comments