ભાવનગરના બીલા ગામમાં પાણીની વિકરાળ સમસ્યા સર્જાઈ

May 21, 2019 4025

Description

રાજ્યમાં પાણીની તંગી સર્જાઈ છે તેમાંથી ભાવનગર જિલ્લાના જેસર તાલુકો પણ બાકાત નથી. જેસર તાલુકાના બીલા ગામા પાણીની વિકરાળ સમસ્યાના કારણે લોકોને એક બેડા પાણી માટે બેથી પાંચ કિલોમીટર સુધી દૂર જવું પડે છે. બીલા ગામમાં નર્મદાની લાઈન પહોંચાડવામાં આવી છે.

ટાંકા અને સંપ પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ ગામમાં નર્મદાનું પાણી 10થી 15 દિવસે માંડ 10 મિનિટ પૂરતું આવે છે. જેના કારણે આ ગામમાં વસતા 5 હજાર લોકો અને 4 પશુધન પાણી માટે વલખા મારી રહ્યા છે.

સરકાર બીલા ગામને પાણી પૂરું પાડવામાં નિષ્ફળ ગઈ છે ત્યારે ગામના કેટલાક લોકોએ પોતાના કુવા અને બોરનું પાણી ગામના લોકો માટે ખુલ્લું મૂકી દીધું છે. આ પાણી ભરવા માટે મહિલાઓએ બેથી પાંચ કિલોમીટર દૂર જવું પડે છે. તો કેટલાક પુરુષો બળદગાડા અને અન્ય વાહનો મારફતે પાણી ભરે છે.

Leave Comments