ભાવનગરનું ખેતા ખાટલી ગામ પાણીમાં ગરકાવ

August 16, 2019 1250

Description

ભાવનગરનું ખેતા ખાટલી ગામ પાણીમાં ગરકાવ થયુ. ઉપરવાસમાં વરસાદ થતા સમગ્ર ગામ અને તેની સીમ પાણીમાં ગરકાવ. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણી ભરાયા. પાણીનો નીકાલ કરવા માટે નીચાણવાળા વિસ્તારમાં પાણી છોડાયુ. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલ કરવાની કોઈ સુવિધા ન હોવાથી લોકોને ભારે હાલાકી થઈ. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યુ કે, ગામમાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો પરંતુ સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટમાં તંત્રની પોલ ખુલી. મીઠાના અગરમાં પાણી ભરાયા હોવાથી પાણીનો નિકાલ કરવામાં મુશ્કેલી થઈ.

બીજી બાજુ ગામની સીમમાં પાણી ઘૂસ્યા હોવાથી સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો. સાથે જ ગામમાં આવવા-જવાના રસ્તાઓ પાણીમાં ગરક થવાથી ગામ સંપર્ક વિહોણુ બન્યુ.

Leave Comments