આતંકવાદીઓને ભાગવા મજબૂર કરનાર લિલેશ રાઠવા શૌર્ય ચક્રથી સન્માનિત

April 24, 2019 845

Description

પોતાના સાહસ અને શૌર્ય ને લઇ ૪ આસામ રાઈફલમાં સેવારત ગુજરાતના છોટાઉદેપુર જીલ્લાના એક આદિવાસી જવાન લિલેશ રાઠવા પોતાના વતન પરત ફર્યા.. રેલવે સ્ટેશન પર તેમનુ ભાવભીનુ સ્વાગત કરવામા આવ્યુ..ફૂલહાર પહેરાવીને ઘોડા પર બેસાડીને તેઓને પોતાના ગામમાં ફેરવવામાં આવ્યા..

વીર જવાન લિલેશ રાઠવાએ મ્યાનમાર બોર્ડર પર આતંકીઓનો ખાત્મો કર્યો હતો..જે બદલ 19 માર્ચ 2019ના રોજ રાષ્ટ્રપતિના હસ્તે શૌર્યચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.. મણીપુરનાં ચંડેલ જીલ્લાના શાજીત્તામ્બક ખાતે એક રોડનાં ઉદઘાટન સમારોહમાં તેઓ ફરજ પર હતા..

તે સમયે લાગ જોઇને બેઠેલા આતંકીઓએ ખૂબ જ નજીકથી એસોલ્ટ રાઇફલથી ફાયરિંગ શરૂ કરી દીધુ.. જેના જવાબી કાર્યવાહીમાં વીર જવાનના સાથીઓ ઇજાગ્રસ્ત થયા..જવાન લિલેશ રાઠવાએ આ સમયે લાઇટ મશીન ગન ઉઠાવી લીધી.. અને જવાબી કાર્યવાહી શરૂ કરી,.. જેમાં આતંકવાદીઓને ઘાયલ કરીને બધાને ભાગવા માટે મજબૂર કરી દીધા હતા..આતંકીઓના મનસૂબા પર પાણી ફેરવી દીધુ હતુ..

Leave Comments