બોટાદમાં પરેશાન ગામલોકો અને વિદ્યાર્થીઓએ શાળાને તાળાબંધી કરી

January 4, 2019 755

Description

એક તરફ સરકાર શિક્ષણની ગુણવત્તા સુધરી હોવાની મોટી મોટી વાતો કરે છે… ત્યારે બોટાદ જિલ્લાના ગઢડાના વાવડીની માધ્યમિક શાળામાં તેનાથી સાવ ઉલટું દ્રશ્ય જોવા મળ્યું… વાવડી ગામની માધ્યમિક શાળામાં છેલ્લા 1 વર્ષથી 250 વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક શિક્ષણ આપી રહ્યા છે… માત્ર એક જ શિક્ષક હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરો મંડરાઇ રહ્યો છે… શાળામાં સુવિધાઓનો અભાવ છે જ, વધુમાં પૂરતા શિક્ષકો પણ નથી,,, ત્યારે વિદ્યાર્થીઓને કંઇ રીતે સારૂ શિક્ષણ મળી શકે, તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે… આ અંગે અનેક વાર રજૂઆતો કરવા છત્તા કોઇ નિરાકરણ ન આવતા પરેશાન થયેલા ગામલોકો અને વિદ્યાર્થીઓએ શાળાને તાળાબંધી કરી…

Leave Comments