બ.કાં.માં પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીનું સ્થાનિકોએ કર્યું મુંડન

January 12, 2019 1295

Description

બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીનું સ્થાનિકો દ્વારા મુંડન કરાયાનો વીડિયો વાયરલ થયો છે. લાખાણી તાલુકાના ડોડિયા ગામે મોડી રાત્રે પ્રેમિકાને મળવા આવેલા યુવકને સ્થાનિકોએ પકડીને ઝાડ સાથે બાંધી દીધો હતો.

ત્યાર બાદ લોકોએ તેનું મુંડન કર્યું હતું. મહત્વનું છે કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જિલ્લામાં અવાર-નવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે અને તેના ઘણાં વીડિયો પણ વાયરલ થયા છે.

Tags:

Leave Comments