પંચમહાલ: શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીનીને ચુંબન કરતો Video વાયરલ

January 25, 2020 3410

Description

ગુજરાતમાં એક પછી એક શિક્ષણ જગતને લાંછન લગાડતી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે દરેકના મનમાં એક સવાલ ઉભો થાય કે શાળામાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે કે, પ્રણય ફાગ ખેલવા? મોબાઈલના રવાડે ચઢી ગયેલા વિદ્યાર્થીઓ હવે ધીરે ધીરે સંસ્કાર ભૂલતા જઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ હવે સરસ્વતીની દેવી જ્યાં વસે તેવા વર્ગખંડમાં જ એવી હરકતો પર ઉતરી આવ્યા છે કે, જોનારા પણ શરમાઈ જાય. સોશિયલ મીડિયામાં પંચમહાલના મોરવાહડફ તાલુકાની એક શાળાના વર્ગખંડમાં ચુંબન કરતો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ થયો છે. પંચમહાલની મોરવા હડફની સ્કૂલનો વીડિયો સામે આવતા જ વાલીઓ તથા શિક્ષકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આજની 21મી પેઢી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહી છે. પંચમહાલની મોરવા હડફની સ્કૂલની છેલ્લી બેન્ચ પર બેસીને વિદ્યાર્થી અને વિદ્યાર્થીની દ્વારા જે હરકત કરવામાં આવી છે તે ચોંકાવનારી છે. શાળામાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીને એક બીજા ઉપર ક્રશ હોય તે સમજી શકાય આંખો આંખોમાં ઈશારા થતા હોય તે જગજાહેર વાત છે પણ શાળામાં સ્કૂલમાં ક્લાસરૂમની અંદર કોઈ વિદ્યાર્થી વિદ્યાર્થીનીને ચુંબન કરી લે અને એ ઘટનાનો વીડિયો વાયરલ થાય એ કેટલી હદે યોગ્ય કહેવાય?

પંચમહાલમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના ઘટી છે. શાળાના વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીની-વિદ્યાર્થીઓની હાજરીમાં એક વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને તસતસતું ચુંબન કર્યું હતું. હાલ સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાયરલ થયો છે. સ્કૂલોમાં જ્યારે નાદાન વિદ્યાર્થીની-વિદ્યાર્થીઓ આવી અશ્લિલ હરકતો કરે છે, ત્યારે શાળામાં શિક્ષકો કે શાળા પ્રશાસન શું કરે છે? ક્લાસરૂમમાં આવી અઘટીત ઘટના બને તેનો વીડિયો ઉતરે ત્યાં સુધી શાળાના શિક્ષકો કે અન્ય સ્ટાફ ક્યાં હતો.

આ ઘટનામાં પંચમહાલમાં શાળાના વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં ચુંબન કર્યુ હતુ. વર્ગખંડમાં હાજર અન્ય વિદ્યાર્થીનીઓ પણ શરમમાં મુકાઈ હતી. આ વાયરલ વીડિયો મોરવા હડફની શાળાનો હોવાનું અનુમાન છે. સરકાર એક બાજુ ભણશે ગુજરાતના નારા લગાવે છે પણ ખરેખર શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થીઓના વિકાસમાં કોઈ રસ નથી હોતો.

આ ઘટનામાં પંચમહાલની સ્કૂલના વર્ગખંડમાં છેલ્લી પાટલીએ બેસીને વિદ્યાર્થી અને વિદ્યાર્થીની તમામ વિદ્યાર્થીઓની સામે ચુંબન કર્યું હતું. તેમજ આ ચુંબનનો વીડિયો અન્ય વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો. એટલું જ નહિ, કેટલાક વિદ્યાર્થીઓ પ્રોત્સાહન પણ આપી રહ્યાં હતા. તો ક્લાસમાં બેસેલા અન્ય વિદ્યાર્થીઓ ખીખીયાટા કરી રહ્યાં છે. તો કેટલાક વિદ્યાર્થીઓ આ સીન જોઈ શરમમાં મૂકાયા હતા.

Leave Comments