અમેરિકા-ઈરાનના તણાવની અસરથી પેટ્રોલ ડિઝલના ભાવમાં ભડકો

January 10, 2020 1220

Description

અમેરિકા-ઈરાન વચ્ચે તણાવની અસર ભારતીય બજારો પર જોવા મળી રહી છે. જેમાં ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ વધતા ઈંધણના ભાવમાં વધારો થયો છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલમાં 15 પૈસાનો વધારો થયો છે.

રાજ્યના વિવિધ શહેરોનાં પેટ્રોલ ડીઝલના ભાવ પર નજર કરીએ તો અમદાવાદમાં પેટ્રોલના રૂ.73.31, ડીઝલના રૂ.72.32 પ્રતિ લિટર, સુરતમાં પેટ્રોલ રૂ.73.62, ડીઝલ રૂ.72.65 પ્રતિ લિટર, જામનગરમાં પેટ્રોલ રૂ.73.24, ડીઝલ રૂ.72.25 પ્રતિ લિટર વડોદરામાં પેટ્રોલ 73.05, ડીઝલ રૂ.72.06 પ્રતિ લિટર છે.

ક્રૂડ ઓઈલ બેરલ દીઠ ડોલરના ભાવમાં પણ વધારો થયો છે. ત્યારે પેટ્રોલ ડિઝલના વધતા ભાવથી આમ પ્રજાના ખિસ્સા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે.

Leave Comments