‘હવામાં ઉડતા આશાબેન પટેલે પેરાશૂટ લઈને ગામમાં ઉતરવું નહીં ’

March 25, 2019 1310

Description

ઊંઝામાં આશા પટેલ વિરૂદ્ધ બેનર લાગતા રાજકારણ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ વિરૂદ્ધ લખેલા લખાણ સાથેના બેનરના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

બેનરમાં, ‘હવામાં ઉડતા આશાબેન પટેલે પેરાશૂટ લઈને ગામમાં ઉતરવું નહીં ’ નું લખાણ લખવામાં આવ્યું છે.મહત્વનું છે કે, આશા પટેલ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે. ત્યારે ગામમાં આ પ્રકારે લગાવવામાં આવેલા બેનરને લઈને રાજકારણ ગરમાયું છે.

Leave Comments