દાહોદ અને અમરેલીમાં દિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

November 8, 2018 200

Description

રાજ્યભરમાં દિવાળી અને બેસતા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વિવિધ સ્થળો પર અલગ અલગ પરંપરા જોવા મળતી હોય છે. ત્યારે એવી જ બે પરંપરાની વાત કરીએ તો રાજ્યમાં દાહોદ અને અમરેલી જિલ્લામાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. અમરેલીના સાવરકુંડલામાં છેલ્લા સિત્તેર વર્ષથી દિવાળીની રાત્રે ઈંગોરિયા યુદ્ધ ખેલાય છે. અહીં યુવાનો એકબીજા પર ઈંગોરિયા ફેંકીને યુદ્ધ કરતા હોય છે.

જે માત્ર રાજ્યમાં સાવરકુંડલામાં જ રમાય છે. તો દાહોદ જીલ્લાનાં ગાગરડી, ગરબાડા, દાહોદ, લીમડી, અભલોડ ગામે નવા વર્ષના દિવસે ગાય ગોહરી ઉજવવામાં આવે છે. જેમાં ગાયોને ગામના ચોકમાં દોડાવવામાં આવે છે અને બાધા રાખેલી હોય તેવા સ્થાનિક આદિવાસી ભાઈઓ દંડવત પ્રણામ કરી જમીન પર ઉંધા સુઇ જાય છે. ગાય અને બળદોનો સમૂહ તેમના શરીર પરથી પસાર થાય છે.

Leave Comments