અમરેલીના ખાંભામાં બે સિંહબાળ અને સિંહણ ગાયબ થતાં ચકચાર

May 17, 2019 1580

Description

અમરેલીના ખાંભામાં બે સિંહબાળ અને સિંહણ ગાયબ થતા ચકચાર મચી છે. બે સિંહબાળ અને સિંહણ ગાયબ થવાની ઘટના સામે આવતા વનવિભાગ દોડતું થયુ છે. અગાઉ 6 માસના સિંહબાળનું ઈનફાઈટમાં મોત થયું હતુ. આ મૃત સિંહબાળના નહોર વાળો પંજો ગાયબ થતાં વનવિભાગે પંજો શોધવા કવાયત હાથધરી છે.

3 દિવસથી શોધખોળ છતાં વનવિભાગને નિષ્ફળતા મળી છે. તો આ ગાયબ પંજાને શોધવા માટે માટે રેસ્ક્યુ ટીમ, તેમજ સ્થાનિક સ્ટાફને કામ લગાડવામાં આવ્યો છે. ત્યારે જે વ્યક્તિએ સિંહબાળના મોત અંગે વનવિભાગને જાણ કરી હતી તેના પરજ વનવિભાગ શંકા કરી રહ્યું છે.

Leave Comments