ગીરસોમનાથમાં વેપારીએ 12 ખેડૂતો સાથે છેતરપિંડી કરી

May 15, 2019 290

Description

રાજ્યમાં ખેડુતો પર ઘાત હોય તેમ ખાતર બિયારણથી લઇ પાકના ચૂકવણા સુધી ખેડૂત પિસાઇ રહ્યો છે. હવે ગીરસોમનાથમાં વેપારીઓ સાથે લાખોની ઠગાઇ કરવામાં આવી છે. કોડિનારના છાછર ગામે 12 ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

ખેડૂતોના લાખો રૂપિયાના ઘઉં-ચણા ખરીદ્યા બાદ પૈસા ચૂકવ્યા ન હતા. 12 ખેડૂતો સાથે લાખોની છેતરપિંડી થતાં સમગ્ર મામલે ખેડૂતોએ ધારાસભ્ય મોહન વાળાની મદદ લીધી હતી. જે બાદ તેમણે વેપારી સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વેપારીએ ખેડૂતોને 2 મહિલા સુધી લટકાવ્યા બાદ પૈસા ન ચૂકવતા ખેડૂતોના માથે આભ ફાટી પડ્યું છે.

Leave Comments