બે જિલ્લાના ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર વેપારી ઝડપાયો

January 11, 2019 1730

Description

ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે. વેરાવળના ઈશ્વરિયા ગામમાં વધુ એક ઠગબાજ વેપારીએ ખેડૂતો સાથે છેતરપિંડી કર્યાનો મામલો સામે આવ્યો છે. કેતન અભાણી નામના મગફળીનો વેપારી મગફળી જોખી ગયા બાદ પણ મગફળીના રૂપિયા ન આપતાં ખેડૂતોએ છેંતરપિંડીની ફરિયાદ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં કરી છે.

પોરબંદર જિલ્લામાં અનેક ચેક રીર્ટનના કેસ આ વેપારી વિરુદ્ધ નોંઘાયેલા છે. અને હાલ કુતીયાણા પોલીસ વોરંટ આઘારે કેતન અભાણીની ઘરપકડ કરવામાં આવી છે. એક તરફ ખેડૂતો મગફળીના પુરતા ભાવ નથી મળી રહ્યા અને સરકારના ટેકાના ભાવની ખરીદી માટે મહિનાઓ સુધી લાંબી લાઈનોમાં રાહ જોવી પડે છે. ત્યારે દેવાના ડુંગર નીચે દબાયેલા ખેડૂતો વેપારીઓને મગફળી વેચવા મજબુર બની રહ્યા છે.

Leave Comments