લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતને કેન્દ્ર સરકારની ત્રણ મોટી ભેટ

January 31, 2019 2285

Description

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને મોટી ભેટ પ્રાપ્ત થશે. કેંદ્ર સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેની સાથે સરકારી કર્મચારીઓને 9 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળશે.

પહેલી જુલાઈ 2018થી તમામ કર્મચારીઓને એરિયર્સ આપવામાં આવશે. ત્યારે માર્ચ મહિનાના પગારમાં એક સાથે એરિયર્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતની જનતાને માર્ગ અને પરિવહન ક્ષેત્રે પણ મોટા પ્રમાણમાં વિકાસના કાર્યો ભેટ કરાયા છે.

કેંદ્ર તરફથી માર્ગ સાથે જોડાયેલી 54 પરિયોજના માટે 1561 કરોડની સહાય આપવામાં આવશે. જેમાં 52 માર્ગો અને 2 મોટા બ્રીજનું નિર્માણ કરવામાં આવશે. આ યોજનામાં મહેસાણા-પાલનપુર હાઈવેને છ માર્ગીય બનાવાશે.

તો પાટણના નવજીવન હોટલ પાસે 27 કરોડના ખર્ચે અને ગાંધીધામના ટાગોર રોડ પર 17 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનશે. સાથે જ ઊંઝા ચાર રસ્તા, સિદ્ધપુર-દેથલી વચ્ચે અને સુરતના કડોદરા નેશનલ હાઈવે જંકશન પર પણ ઓવર બ્રિજ બનશે. તો ભુજ – લખપત હાઈવે પર 2 ઓવર બ્રિજ બનશે.

Leave Comments