ખંભીસરમાં વરઘોડાના વિવાદમાં ટોળા સામે ગુનો નોંધાયો

May 15, 2019 1190

Description

અરવલ્લીના ખંભીસરમાં વરઘોડાના વિવાદ મામલે પથ્થરમારો કરનાર 2 શખ્સની ધરપકડ કરાઇ છે. ડીવાયએસપી ફાલ્ગુની પટેલે પ્રેસ સંબોધન કરતા જણાવ્યુ કે ગામમાં સતત કોમ્બિંગ કરવામાં આવ્યુ હતુ. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે કાર્યવાહી કરી હતી.

અન્ય આરોપીને પકડવા કાર્યવાહી ચાલી રહી છે. 200થી 300ના ટોળા સામે ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે ખંભીસર ગામના બે સમુદાયો વચ્ચે પથ્થરમારો થયો હતો. અનૂસુચિત જાતીના વરઘાડાને લઇને પરિસ્થિતી વણસી હતી. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જો કે બીજા દિવસે પોલીસ સંરક્ષણમાં ફરથી વરઘોડો નીકળ્યો હતો.

Leave Comments