ગુજરાતમાં વધી રહ્યો છે જંગલી પ્રાણીઓનો આતંક

January 9, 2020 1235

Description

એશિયાટિક સિંહોને લઈને અવાર નવાર વીડિયો સોશિયલ મીડિયામાં વહેતા થતા હોય છે. પરંતુ હાલ એક સ્પેશિયલ ગણાય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એશિયાનું સૌથી ફેમસ ગીર જંગલમાંથી એક સિંહ અને સિંહણનો એક વીડિયો વાયરલ થયો છે.

લોકોને પણ સિંહોની દરેક ગતિવિધીમાં એટલો બધો રસ હોય છે કે ગણતરીની ક્ષણોમાં વીડિયો બનીને ફરતો થઈ જાય છે. આવો એક સિંહ અને સિંહણની લડાઈનો રોમાંચક લડાઈનો વીડિયો સામે આવતા મીડિયામાં ચર્ચાનું વિષય બન્યો છે.

એશિયાનું સૌથી ફેમસ ગીર જંગલમાંથી સિંહોના અનેક રોમાંચક વીડિયો સામે આવી ચૂક્યા છે, ત્યારે આજનો વીડિયો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનેલો હોવાથી ખાસ છે. આજના વાયરલ થયેલા વીડિયોમાં સિંહ સિંહણ સાથેના મેટિંગનો (શારીરિક સંબંધ) છે.

જેમાં એક સિંહ સિંહણની પાછળ પડ્યો હોવાથી બન્ને જણા રોડ પર આવી જાય છે. આ ઘટનાને કેમેરામાં કેદ કરાઈ છે. ગીરના જંગલમાં સફારીના 10 નંબરના રૂટ પર સોમવારે સવારે પહોંચેલા મુસાફરોને આ અદભૂત લડાઈ જોવાની તક મળી હતી. સિંહ અને સિંહણ વચ્ચેની આ લડાઈ કંઈક ખાસ હતી.

Leave Comments