શિક્ષણ પ્રત્યે લગાવ વધે તે માટે માનસર ગામના શિક્ષકે શોર્ટ ફિલ્મ બનાવી

July 17, 2021 920

Description

બાળકોને શિક્ષણ પ્રત્યે લગાવ વધે તે માટે મોરબીની માનસર ગામના શિક્ષકે શોર્ટ ફિલ્મ બનાવી છે. ભણતરના અજવાળા’ નામની આ શોર્ટ ફિલ્મથી બાળકોને તેમજ વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આ ફિલ્મ રાષ્ટ્રીય કક્ષાએ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પણ પામી છે. મહત્વનું છે કે ગામડાની સરકારી શાળાઓમાં પછાત વર્ગના તથા મજુરી કામ કરતા લોકોના બાળકો અભ્યાસ કરતા હોય છે. અને તેઓ પૈસાના અભાવે ઘણીવાર ભણવાનું છોડી મજૂરી કામે લાગતા હોય છે. અને તેથી જ આવા બાળકોને સમજણ આપવા અને વાલીઓમાં પણ શિક્ષણનું મહત્વ વધે તે હેતુથી આ ફિલ્મ બનાવવામાં આવી છે.

Leave Comments

News Publisher Detail