મહિસાગરમાં નાઇટ વિઝન કેમેરામાં વાઘની ગતીવીધી કેદ થઇ

February 12, 2019 1235

Description

મહિસાગરમાં વાઘ હોવાની પુષ્ટિ વનવિભાગે કરી છે. જંગલમાં લગાવવામાં આવેલા નાઇટ વિઝિન કેમેરામાં વાઘ કેદ થયો છે. મહિસાગરના લુણાવાડાના પાંગળી માતાના જંગલમાં વાઘ જોવા મળ્યો હતો. એક શિક્ષકે વાઘને જોતાં તેનો ફોટો પાડીને શેર કર્યો હતો. જેના આધારે વન વિભાગે તપાસ હાથ ધરી હતી.

જે વિસ્તારમાં વાઘ દેખાયો હતો તે વિસ્તારમાં વનવિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. વન વિભાગે જુદી જુદી 22 ટીમ બનાવી છે. 7 રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત 50થી વધુ કર્મચારીઓ જોડાયા છે. નાઇટ વિઝન કેમેરામાં વાઘની ગતીવીધી કેદ થઇ છે.

આ પહેલાં જંગલમાંથી વાઘના પંજાના નીશાન મળી આવ્યા હતા. જે પણ વન વિભાગે લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા હતા. ગુજરાતમાં લગભગ 33 વર્ષે વાઘ દેખાયો છે. છેલ્લે વર્ષ 1985માં વાઘ દેખાયો હતો. ત્યાર બાદ ડાંગ જિલ્લામાં વાઘ લુપ્ત થયા હોવાનું વન વિભાગે જાહેર કર્યું હતું. ત્યારે ફરી એક વખત વાઘ દેખાયો છે. ડાંગના જંગલોમાં વાઘની દહાડ સંભળાઇ છે.

Leave Comments