સુરેન્દ્રનગર: થાનગઢ તાલુકાની છેવાડાના ગામ સરોડીની શાળા મોડેલ સ્કૂલ બની
February 15, 2021935
Description
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાની છેવાડાના ગામ સરોડીની પ્રાથમિક શાળા જેની પ્રેરણા લેવા શિક્ષકો અહિં આવે છs. એક સમય હતો કે, અહિં કોઈ શિક્ષક નોકરી કરવા માટે પણ તૈયાર ન હતો, પરંતુ આજે આ શાળા મોડેલ સ્કૂલ બની છે.
સુરેન્દ્રનગરમાં મતગણતરી કેન્દ્ર બહાર મારામારી થઇ છે. જેમાં મતગણતરી કેન્દ્ર બહાર બે જૂથ વચ્ચે મારામારી થઇ છે. તેમાં લીંબડીમાં મોડેલ સ્કૂલ બહાર ઘટના બની છે. તેમાં પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે.
સુરેન્દ્રનગરના પાટડીના સુરેલના ખેડૂત દ્વારા પાક ન વેચાતા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂત મનુભાઇ વાસાણી બળદ ગાડામાં તૈયાર પાક તાલુકા સેવા સદન કચેરીએ લઇ ગયા અને નાયબ કલેક્ટરને લેખીતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના લોકો વિકાસના કામોથી ખુશ છે અને ખાસ કોઈ સમસ્યાનો સામનો નથી કરી રહ્યાં. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ચુડા તાલુકાના મતદારોએ સંદેશ ન્યૂઝની ટીમ સમક્ષ શાસકપક્ષના કામથી સંતુષ્ટ હોવાનો આનંદ વ્યક્ત કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મતદારોનો મૂડ […]
અમદાવાદ, સુરત સહિત 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની 575 બેઠકોની ચૂંટણીમાં આજે સવારથી મતગણતરી છે. 13,946 EVM મશીનમાં ભાજપ, કોંગ્રેસ સહિતનાં 2276 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થઈ જશે. કોરોના મહામારીને કારણે આ વખતે મતગણતરીની વ્યવસ્થાઓ પણ બદલાઈ છે. કોવિડ- 19ની ગાઈડલાઈનનો અમલ થઈ રહ્યો હોવાથી પોસ્ટલ સર્વિસ બેલેટ પેપરની ગણતરી માટે કાઉન્ટિંગ સેન્ટરમાં અલાયદી વ્યવસ્થા થઈ છે. […]
Leave Comments