રાજ્યમાં અંગ દઝાડતી ગરમી, સુરેન્દ્રનગરમાં 42.8 ડીગ્રી તાપમાન

April 28, 2018 590

Description

વધતા ઉનાળા વચ્ચે ગરમી વધી રહી છે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.. કાળઝાળ ગરમીથી ગુજરાત શેકાઇ રહ્યું છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થઇ ગયું છે.

રાજ્યના મહાનગરોના તાપમાન પર નજર કરીએ તો  અમદાવાદમાં 41.9 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી, વડોદરામાં 40.5 ડિગ્રી, રાજકોટમાં 41.9 ડિગ્રી, સુરતમાં 40 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ઇડરમાં 41.8 ડિગ્રી, ભૂજમાં 41.2 ડિગ્રી અને કંડલામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આકરા તાપમાં બને ત્યાં સુધી ઘરની બહાર ન જવા માટે તંત્રએ તાકીદ કરી છે. આ સાથે જ વધુને વધુ પાણી અને શરબત પીવાની સલાહ તબીબો દ્વારા આપવામાં આવી છે.. આકરા તાપને કારણે શહેરના રસ્તાઓ પણ સુમસામ થયા છે.

Leave Comments