ભાવનગરમાં પોલીસ જવાનની સેવાકીય પ્રવૃત્તિ અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની છે. ભાવનગરમાં PGVCLની પોલીસ કચેરીમાં ફરજ બજાવતા જીતુભા ગોહિલે નિરાધાર અને અશક્ત લોકો માટે કુંભારવાડા વિસ્તારમાં મધર હાઉસ નામે એક આશ્રમ શરૂ કર્યો છે. જેમાં પોતે લોકોને ભોજન, નાસ્તો અને રહેવાની સગવડ વિના મૂલ્યે આપી રહ્યાં છે. અને હાલ આ આશ્રમમાં 5 લોકો વસવાટ કરી રહ્યાં છે. તેઓ પોલીસ જવાનની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી રહ્યાં છે. આ કાર્ય માટે હજુ સુધી તેમણે કોઈની આર્થિક સહાય લીધી નથી. હાલ તેમના પગારમાંથી સમગ્ર ખર્ચ તેઓ ઉઠાવી રહ્યાં છે.
Leave Comments