યાત્રાધામ ડાકોરમાં પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

February 13, 2020 3830

Description

યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરનો ૨૪૯મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો છે. રણછોડરાય ભગવાનની મંગળા આરતી બાદ પંચામૃત સ્નાન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. સાંજના સમયે દિપ પ્રાગટ્ય કરવામાં આવશે.

પાટોત્વને લઇને મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટ્યા છે. જય રણછોડના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે.  દ્વારકાથી રણછોડ રાય ડાકોરમાં બિરાજમાન થયા છે. જેની સાથે એક ધાર્મિક ગાથા જોડાયેલી છે.

ડાકોરના ભક્તરાજ બોડાણા સાથે ભગવાન દ્વારકાધીશ દ્વારકાથી કારતકી પૂર્ણિમા સંવત ૧૨૧૨માં ડાકોર આવ્યા હતા. ભગવાન બોડાણાના ઘરે પધરામણી કરી હતી. ત્યાર બાદ અંદાજે ૧૫૦૦ની સાલમાં લક્ષ્મીજીના મંદિરે ભગવાનની સ્થાપના કરાઈ હતી.

ત્યાર બાદ વૈષ્ણવ ભકત ગોપાલરાવ તાંબવેકર દ્વારા શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થયા બાદ આ નવનિર્મિત મંદિરમાં રણછોડજીની સ્થાપના કરાઇ હતી. મહા વદ પાંચમ સંવત ૧૮૨૮માં રણછોડરાયની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી. ત્યારથી આજના દિવસે પાટોત્સવની અહીં ધામધૂમથી ઉજવણી કરાય છે.

Leave Comments