કરોડપતિ અને સિટી બેન્કના સિનિયર બેન્કરે સેન્ડવિચની કરી ચોરી

February 5, 2020 710

Description

સોના,ચાંદી કે પછી અન્ય કોઇ કિંમતી સામન હંમેશા ચોરનો ટાર્ગેટ બને છે, પરંતુ વાત કરીએ એવા કરોડપતિ ચોરની જેણે ચોરી તો કરી, પણ સોના ચાંદી કે રોકડની નહીં, પરંતુ સેન્ડવિચની. જી હા સાંભળીને વિશ્વાસ ન આવે સેન્ડવિચની તો કોઇ ચોરી કરે.

પણ આ સત્ય છે. લંડનમાં આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા સિટી બેન્કના સિનિયર બેન્કર સેન્ડવિચ ચોર નીકળ્યા છે. વર્ષે 9 કરોડની આવક ધરાવનાર મૂળ ભારતના પારસ શાહ બેન્ક સ્ટાફની કેન્ટીનમાંથી સેન્ડવિચની ચોરી કરતા હતા. જે આરોપસર પારસ શાહની હાલકપટ્ટી કરવામાં આવી છે.

નાના કારણોસર આવી હાકલ પટ્ટી કરાતા લંડનના નાણાબજારમાં હડકંપ મચી ગયો છે. ત્યારે 31 વર્ષીય પારસ મોંઘા ક્રેડિટ ટ્રેડર્સમાં નિષ્ણાંત હતો. યુરોપ,મધ્ય,પૂર્વ અને આફ્રિકા માટે બોન્ડનુ ટ્રેડીંગ કરતા વિભાગનો વડો હતો. પારસે આવી હરકત શા માટે કરી તે હજી જાણી શકાયુ નથી.

 

 

Leave Comments