ખેરાલુ જૂથ અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા નાથુજી રાજપૂતનું મોત

February 19, 2020 1070

Description

મહેસાણાના ખેરાલુમાં જૂથ અથડામણની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા નાથુજી રાજપૂતનું મોત થયું છે. જેમાં રાજપૂત નાથુજી લાલજી પર 25 જાન્યુઆરીએ જીવલેણ હુમલો થયો હતો. જેમનું સારવાર દરમ્યાન મોત થયું છે.

ન્યાની માગ સાથે પરિવારે મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કર્યો છે. જેમાં મૃતકના પરિજનોની માંગ છે કે, આરોપીઓ સામે હત્યાનો ગુનોં નોધવામાં આવે. નાથુજી પર પર હુમલામાં કુલ ત્રણ આરોપી પકડાયા હતા.

જેમાંથી બે આરોપી ફરાર થઇ ગયા છે. અને પરિવારના આક્ષેપને પગલે પોલીસ હરકતમાં આવી છે. મૃતકની લાશને હાલ મહેસાણા સિવિલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી છે.

Leave Comments