પાલનપુરના ચાર વર્ષના માધવનમાં ધર્મનું અનેરૂ જ્ઞાન!

February 14, 2020 2450

Description

બનાસકાંઠાના પાલનપુરનો ચાર વર્ષનો ટેણીયો માધવન ગજબ છે. આ ઉંમરે બાળક કાલુ ઘેલુ બોલતા જ શીખ્યુ હોય ત્યાં આ ટેણીયાને તો સંસ્કૃતના શ્લોક અને ધર્મનું અનેરૂ જ્ઞાન છે. જે તેના મુખે સાંભળીને સો કોઇ અચંભિત થઇ જાય છે.

માધવનને રામાયણ, મહાભારતનું જ્ઞાન છે. તો શિવ તાંડવ, હનુમાન ચાલીસા સહિત નરસિંહ મહેતાની હૂંડી પણ આવડે છે. માધવન ધાર્મિક ગ્રંથો સહિત સાહિત્યમાં રસ ધરાવે છે. જ્યારે આ ઉંમરે મોટાભાગના બાળકો પિતા કે માતાનો મોબાઇલ લઈને ગેમ રમતા હોય છે.

ત્યારે માધવન અલગ અલગ સાહિત્યના વિડિયો જોવે છે. અને તેથી જ ચાર વર્ષની ઉંમરે માધવન હિન્દુ ધર્મના રામાયણ-મહાભારતની મોટાભાગની ગાથાઓ પોતાના મુખેથી વર્ણન કરે છે. માધવનનું આ ટેલેન્ટ ખરેખર પ્રસંશનીય છે.

Leave Comments