રાણાવાવમાં વધુ એક ખેડૂતનો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી

October 12, 2018 1235

Description

ગુજરાતમાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે. પોરબંદરના રાણાવાવ તાલુકાના ખેડૂતે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. બેંક પાસેથી લીધેલા નાણાંની ભરપાઈ ન થતા ખેડૂતો આપઘાત કર્યો છે. સ્યુસાઈડ કરતા પહેલા પોતાનો વીડિયો પણ ખેડૂતે વાયરલ કર્યો છે.

સ્યુસાઈડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ઓછા વરસાદ અને પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂત આર્થિક ભીસમાં આવ્યો છે. ત્યારે ખેડૂત પરિસ્થિતીથી કંટાળીને આપઘાત કરી રહ્યો છે. આ પહેલા પણ બોટાદ, અમરેલી અને દ્વારકામાં ખેડૂતે આર્થિંક સંકણામણમાં જીવન ટૂંકાવ્યું છે.

Leave Comments