દૂધસાગર ડેરી દ્વારા દુધ ખરીદીના ભાવમાં ફરી ઘટાડો

October 31, 2018 4265

Description

મહેસાણા જિલ્લાના પશુપાલકોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. એક તરફ નહિવત્ વરસાદને પગલે પશુઓને આપવા માટે પુરતો ઘાસચારો નથી. ત્યારે બીજી તરફ દૂધસાગર ડેરી દ્વારા દુધ ખરીદીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

દૂધસાગર ડેરી દ્વારા છેલ્લા ત્રણ માસમાં ચોથી વખત દૂધ ખરીદીના ભાવમાં ઘટાડો કરાતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. દૂધસાગર ડેરી દ્વારા દૂધ ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 25નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેને પગલે દૂધના ભાવ પ્રતિકિલો ફેટે રૂપિયા 550થી ઘટીને 525 થયા છે. નવો ભાવ આવતીકાલથી અમલી બનશે.

Leave Comments