કચ્છમાં શિવરાત્રીના મહાપર્વની તૈયારીઓ પુરજોશમાં

February 20, 2020 785

Description

શિવરાત્રીના મહાપર્વની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે કચ્છના શિવભક્તોને એક અનોખો લ્હાવો મળ્યો છે. હવે ભુજમાં 35 ફુટ ઉંચા અને 30 લાખ રૂદ્રાક્ષથી બનેલ અલૌકિંક શિવલિંગના ભક્તો દર્શન કરી શકશે.

આ ઇતિહાસીક પ્રસંગે ભુજમાં લિમ્કાબુકમાં સ્થાન મેળવનાર કથાકાર બટુક વ્યાસ દ્વારા એક સપ્તાહવનો અનોખો શિવયજ્ઞ શરૂ કરવામાં આવ્યું છે. જેથી અહીં ભગવાન શિવને જળાભિષેક કરી ભક્તો ધન્યતા અનુભવશે. અગાઉ 4 વખત લાખો રૂદ્રાક્ષ વડે શિવલીંગ તૈયાર કરી રેકોર્ડ સ્થાપીત કર્યા છે. પરંતુ ભુજમાં 50 દિવસની મહેનતે 30 લાખ રૂદ્રાક્ષનું અત્યાર સુધીનું સૌથી વિશાળ શિવલીંગ તૈયાર કરવામાં આવ્યું છે. જેથી સમગ્ર ભુજ હાલ શિવમય જોવા મળી રહ્યું છે..અને લાખો શિવભક્ત આ અનોખા શિવલિંગના દર્શન કરવા ઉમટી રહ્યા છે.

 

 

Leave Comments