સાબરકાંઠામાં કેસરી અને જાંબલી રંગની અનોખી ફ્લાવરની ખેતી

March 18, 2020 2840

Description

આપણે હંમેશા સફેદ રંગનુ ફુલાવર જોયુ છે, પરંતુ હવે ફુલાવરમાં પણ વિવિધ રંગો જોવા મળ્યા છે. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં કલ્પેશ પટેલ નામના ખેડૂતો જાંબલી અને કેસરી રંગના ફુલાવરની ખેતી કરી છે. ત્યારે આ ફુલાવર સામાન્ય ફુલાવર કરતા વિશેષ છે.

કેસરી અને જાંબલી રંગના ફુલાવર ચામડીના રોગો તથા લોહી શુદ્ધીકરણ માટે ફાયદાકારક સાબિત થાય છે. જેની કિંમત 25 રૂપિયે કિલો છે. રંગબેરંગી ફુલાવરની માગ પણ વધી રહી છે. જેમાં કલ્પેશભાઇ તેમના ખેતરેથી જ ફુલાવરનુ વેચાણ કરે છે. ત્યારે રોજિંદા ખેતીકામમાંથી કંઇક અલગ કરીને ખેડૂતોને નવી દિશા સૂચવી છે.

Leave Comments