મહિસાગરમાં રાજ્ય શિક્ષણ બોર્ડની મોટી લાપરવાહી

March 9, 2019 1565

Description

ફરી એક વાર શિક્ષણ બોર્ડ સામે લાપરવાહીનો આરોપ લાગ્યો છે. મહિસાગરના લુણાવાડાની આદર્શ સ્કૂલમાં ધોરણ 12નું કેમેસ્ટ્રી વિષયનું પેપર ખૂટી પડતા શાળા સંચાલકોએ તાત્કાલિક ઝેરોક્ષ નીકાળવાની ફરજ પડી હતી. 4 બ્લોકમાં 120 વિદ્યાર્થીઓ માટે માત્ર 30 પેપર જ આવ્યા હતા. ખુદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ પેપર ઓછા હોવાની કબૂલાત કરી છે. તો બનાવને પગલે ધોરણ 12નું પેપર લીક થયો હોવાનો આરોપ લાગ્યો છે. વાલીઓનએ દાવો કર્યો છે કે, બપોરે 2 વાગ્યે મોબાઈલમાં પેપર ફરતુ થઇ ગયું હતું.

Leave Comments