બનાસકાંઠામાં પાકિસ્તાનથી પ્રવેશેલા તીડથી ખેતીને ભારે નુકસાન

July 6, 2019 3695

Description

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં તીડનો આતંક સર્જાયો છે. પાકિસ્તાનથી પ્રવેશેલા તીડથી ખેતીને ભારે નુકસાન થઇ રહ્યું છે. સુઈગામ તાલુકાના ગામોમાં તીડના ઝૂંડ ઉમટ્યા છે. તીડના ટોળા ખેતીપાકોને નુકશાન પહોંચાડી રહ્યાં છે. જેના કારણે ખેડૂતોને નુકશાન થઇ રહ્યું છે.

તીડના આક્રમણને લઇને જિલ્લા કલેક્ટરે ખેતી કે અન્ય નુકશાનની શક્યતા નહીં હોવાનું જણાવ્યું છે. રાજ્ય અને કેન્દ્રની ટીમો તીડ નિયંત્રણ માટે સક્રિય છે. તીડ વધુ ન ફેલાય તે માટે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

જિલ્લાના 6 વિસ્તારમાં તીડ પર કંટ્રોલ કરાયો છે. મહત્વનું છે કે,બનાસકાંઠા જિલ્લામાં છેલ્લે વર્ષ 1993માં મોટા પ્રમાણમાં તીડ આવ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કુદરતી આપત્તિ પણ જાહેર કરવામાં આવી હતી. ત્યારે ફરી 26 વર્ષ બાદ તીડ દેખાતા જિલ્લાના ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે.

Leave Comments

News Publisher Detail